સોમવાર, 12 નવેમ્બર, 2012

Gujarati Joke Part - 331

સંતા રોજ ભગવાનને પ્રાર્થના કરતો હતો કે - હે ભગવાન મારી લોટરી લગાવી દે.
ભગવાન રોજ તેની પ્રાર્થના સાંભળીને બોર થઈ ગયા હતા, એક દિવસ તે ગુસ્સામાં બોલ્યા - અરે ભાઈ પહેલા લોટરી તો લે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - બોલ બંતા, ભાઈચારો કોણે કહેવાય ?
બંતા - અરે તને નથી ખબર ? ભાઈચારો એ ચારો છે જેને બે ભાઈ પરસ્પર મળીને ખાય છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગ્રાહક - ભાઈ, ઉંદર મારવાની દવા આપો ?
દુકાનદાર - ઘરે લઈ જવાની છે ?
ગ્રાહક - તો શુ ? તમે એમ વિચારો છો કે હું ઉંદરો મારી સાથે લાવ્યો છુ ??
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો