શનિવાર, 24 નવેમ્બર, 2012

Gujarati Joke Part - 337

રંગે કાળા અને વાળે ધોળા એવા બિરજુ પ્રસાદ યાદવ પશુપાલન ખાતાના મંત્રી થયા એની ખુશીમાં પોતે અડધો ડઝન ભેંસો વચ્ચે ઊભા રહીને ફોટો પડાવ્યો.
બીજે દિવસે છાપામાં ફોટો છપાયો. નીચે લખેલું : 'નવા પશુપાલન મંત્રી, તસ્વીરમાં ડાબેથી ચોથા !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કંજૂસની પત્ની બીમાર હતી. લાઈટ જતી રહેલી એટલે એણે મીણબત્તી સળગાવી હતી. માંદગી વધી જતાં એ ડૉક્ટરને બોલાવવા નીકળ્યો. જતાં જતાં પત્નીને કહેતો ગયો : 'હું ડૉકટરને લેવા જાઉં છું. જો તને એવું લાગે કે તું નહીં બચે તો મહેરબાની કરીને મરતાં પહેલાં મીણબત્તી ઠારતી જજે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા- (પોતાના ડ્રાઈવરને) હમણાં બે દિવસ પહેલા તો ગાડીમાં નવુ ટાયર નખાવ્યુ હતુ અને આટલુ જલ્દી ફાટી ગયુ.
ડ્રાઈવર - જી, ટાયર કાઁચની બોટલ પર ચઢી ગયુ હતુ.
સંતા - તો શુ તને કાઁચની બોટલ ન દેખાયી.
ડ્રાઈવર - સાહેબ, કેવી રીતે દેખાતી ? તે તો એ માણસના ખિસ્સામાં હતી જેના પર ગાડી ચઢી ગઈ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો