શુક્રવાર, 16 નવેમ્બર, 2012

Gujarati Joke Part - 333

એક મચ્છર સંતાના કાનમાં ગણગણ કરી રહ્યો હતો. સંતાની ઉંઘ બગડતાં તેને ગુસ્સે આવ્યો અને બદલો લેવા માટે તેને પકડી લીધો. સંતા તેને મોઢા પાસે લાવીને બોલ્યો - ગણગણ હવે તને ખબર પડશે જ્યારે ઉંઘ ખરાબ થાય છે તો કેવું લાગે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બિટ્ટુ - દાદી શું તમારા ચશ્મા બધી ચીજોને વધારીને જુએ છે ?
દાદી - હા, કેમ ?
બિટ્ટુ - તો પછી જ્યારે પણ તમે મને કેક આપો ત્યારે ચશ્માને પહેલાં ઉતારી નાખ્યાં કરો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નટુ : કેમ આટલો બધો મૂંઝાયેલો દેખાય છે ?
ગટુ : ઘેર તારી ભાભી સાથે ઝઘડો થઈ ગયો હતો. એણે અઠવાડિયા સુધી નહિ બોલવાની ધમકી આપી છે.
નટુ : અરે એ તો આનંદની વાત છે ! અઠવાડિયું જલસા કર !
ગટુ : શેના જલસા ! આજે અઠવાડિયાનો છેલ્લો દિવસ છે !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો