ગુરુવાર, 22 નવેમ્બર, 2012

Gujarati Joke Part - 336

બે નાનાં બાળકો વાતો કરી રહ્યા હતાં.
મંજુ : મારા દાદા પાસે તો અટલો મોટો તબેલો હતો કે આખા ગામની ગાય-ભેંસ એમાં રહેતી.
સંજુ : મારા દાદા પાસે તો એટલી મોટી છત્રી હતી કે એમાં અમારું આખું કુટુંબ આવી જતું.
મંજુ : હવે જા જા આટલી મોટી છત્રી ના હોય. એ છત્રી ક્યાં રાખતા ?
સંજુ : તારા દાદાના તબેલામાં.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની - પહેલી નજરના પ્રેમને તમે શુ કહો છો ?
પતિ - ઠીક છે, આનાથી સમયની સાથે સાથે છોકરીને ઈમ્પ્રેસ કરવાના ખર્ચા પણ બચે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - બજારમાં આપણો માલ નથી વેચાઈ રહ્યો. તે માટે કાંઈક કરવુ પડશે.
બંતા - તમે બતાવો.
સંતા - માલની કિમંત દસની જગ્યાએ વીસ કરી દો, અને અને રિડક્શન સેલનુ લેબલ લગાવીને વેચાણ કરી દો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો