રવિવાર, 4 નવેમ્બર, 2012

Gujarati Joke Part - 327

જમતી વખતે રસિકે કહ્યુ - આજે ફરી દુધીનું શાક બનાવ્યું, તને ખબર નથી કે વધારે પડતી દૂધી ખાવાથી નવા જનમમાં માણસ ગધેડો બને છે.
રસીલીએ જવાબ આપ્યો - એ તો તમારે ગયા જનમમાં જ વિચારી લેવું જોઈતું હતુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મગને એની ગર્લફેન્ડને ધીમેકથી કહ્યું : 'I love you !'
પેલીએ વડચકું ભર્યું : 'જરા જોરથી બોલો !'
મગન : 'જય માતા દી…'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

જજ - આટલો નાનકડો ઝગડો તમે કોર્ટની બહાર પણ નિપટાવી શકતા હતા
આરોપીઓમાંથી એક - અમે કોર્ટની બહાર જ નિપટાવી રહ્યા હતા, પરંતુ પોલીસ અમને ઝગડો કરવાના આરોપમાં અહી લઈ આવી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો