રવિવાર, 27 મે, 2012

Gujarati Joke Part - 266

'બેટા ગઈકાલે મેં તને ગણિતના દાખલાનું હૉમવર્ક કરવામાં મદદ કરી હતી. તેં સ્કૂલમાં ટીચરને એ કહી તો નથી દીધું ને ?'
'પપ્પા, મેં સાચી વાત સરને જણાવી જ દીધી.'
'એમ ? તું તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનો અવતાર છે…. પછી તારા ટીચરે શું કહ્યું ?'
'એમણે કહ્યું કે દાખલા બધા ખોટા જ ગણી લાવ્યો છે પણ બીજાએ કરેલી ભૂલની સજા હું તને નહીં આપું !!'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતાસિંહ એકવાર ટ્રક લઈને જઈ રહ્યા હતા. રસ્તામાં તેમની ટ્રક ખરાબ થઈ ગઈ. સંતાએ ટ્રકને લઈ જવા માટે એક બીજી ટ્રક ની વ્યવસ્થા કરી અને પોતાના ટ્રકને ખેંચીને ગેરેજમાં લઈ જવા લાગ્યો. રસ્તામાં એક ઢાબા પર બંતા બેઠો હતો,

બંતા સિંહ ટ્રકને જોઈને જોર જોરથી હસવા લાગ્યો. સંતાએ ગુસ્સે થઈને પૂછ્યુ - શુ તે કદી ટ્રક નથી જોઈ ?
બંતા - ટ્રક તો જોઈ છે, પણ પહેલી વાર જોયુ કે બે ટ્રક મળીને એક દોરીને ખેંચી રહ્યા છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક કૂવા વિષે એવી માન્યતા હાતી કે તેમાં સિક્કો નાંખીને જ માંગવામાં આવે તે ઇચ્છા પૂરી થઇ જતી હતી.
એક પતિ-પત્ની ત્યાં ગયા. સૌ પ્રથમ પતિએ સિક્કો નાંખી પ્રાર્થના કરી અને ત્યાંથી સરકી ગયો હવે પત્ની ગઇ, વધુ નમવાના કારણે તેણી કૂવામાં પડી ગઇ.
પતિ ખૂબ ખૂશ થઇ ગયો અને બોલ્યો- અરે! આ તો ખરેખર ચમત્કારીક કૂવો છે. મારી મનોકામના તરતજ પૂરી કરી નાંખી..!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો