સોમવાર, 14 મે, 2012

Gujarati Joke Part - 261

પત્ની - નહી જજ સાહેબ, હું હવે આ માણસ સાથે રહેવા નથી માંગતી. તમે હવે મને છુટાછેડા કરાવી આપો.
જજ - એકવાર ફરી વિચારી લો, તમે આમની કાંઈક આવડત જોઈને જ લગ્ન કર્યા હશે.
પત્ની - હા, પણ હવે તેમની બધી આવડત ખર્ચાઈ ગઈ છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક છોકરો રાત્રે ઝડપથી સાઈકલ પર જઈ રહ્યો હતો અને સાઈકલ આગળ લાઈટ પણ નહોતી.
પોલીસે તેણે જોઈને રોકવા આગળ વધ્યો અને બૂમ પાડી - થોભી જા, લાઈટ નથી.
સાઈકલવાળા છોકરાએ એ જ સ્પીડમાં સાઈકલ ચલાવતા કહ્યુ - ઈંસ્પેક્ટર, તમે ખસી જાવ, બ્રેક પણ નથી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શ્વેતા -(પોતાની બહેનપણીને) તારા પતિ શુ કરે છે ?
રીના - નાના-મોટા બધાને ઉપર-નીચે ચઢાવીને યોગ્ય જગ્યાએ પહોંચાડે છે.
શ્વેતા -(ગભરાઈને) મતલબ !
રીના - તે બસ કંડક્ટર.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો