બુધવાર, 23 મે, 2012

Gujarati Joke Part - 264

યુધ્ધ દરમિયાન જ્યારે એક દુશ્મન દેશની એક સૈનિક ટુકડી એક ગામમાં ધુસી તો ગામની જવાન છોકરીઓ તેમનાથી બચવા માટેત ગામની બહાર એક જગ્યાએ સંતાવવા માટે ભાગી. એક વૃધ્ધ સ્ત્રી પણ તેમની સાથે ભાગી.
એક છોકરીએ પૂછ્યુ - માજી, ભય તો અમને છે, અમે જવાન છોકરીઓ છીએ, તમે કેમ ભાગી રહ્યા છો ?
વૃધ્ધા બોલી - તે જોયુ નહી, તેમની સાથે એક વૃધ્ધ ઓફિસર પણ છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

લાંબા વખતનું કરજ ન ચૂકવનાર એક માણસ પાસેથી નાણાં વસૂલ કરવાની નવતર કરામત એક લેણદારે અજમાવી. એણે ઉઘરાણી કરી અને પેલાએ હંમેશ મુજબ કહ્યું : 'અત્યારે હું એ પૈસા આપી શકું તેમ નથી.'
'અત્યારે જ આપી દે.' ચાલાક લેણદાર બોલ્યો, 'નહીંતર તારા બીજા બધા લેણદારોને હું જણાવીશ કે મારું કરજ તેં ચૂકવી દીધું છે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બાળક - ચાલો પપ્પા આજે આપણે સ્કુલ સ્કુલ રમીએ.
પપ્પા - પણ હું શિક્ષક બનીશ.
બાળક - તો આજે હું ગેરહાજર છુ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો