શુક્રવાર, 4 મે, 2012

Gujarati Joke Part - 256

'હમણાં હું એક કરુણાંત ચોપડી વાંચતો હતો.'
'કઈ ?'
'મારી બેંકની પાસબુક…'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક નિરક્ષર મહિલાએ શહેરમાં જઇ ફોટો પડાવ્યો. તેની પાડોશમાં રહેતી રીનાને આ ફોટો બતાવ્યો એટલે રીનાએ કહ્યું,
'અરે! ફોટામાં તો તું બહુ સુંદર લાગે છે?'
'હા, ફોટો તો બહુ સરસ પાડયો છે. પણ ફોટોગ્રાફર બહુ બદમાશ હતો. વારંવાર કહેતો હતો મારી તરફ જોઈને હસો.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક શિક્ષક ખૂબ જ ભૂલક્કડ હતા. પોતાની ઘડિયાળ કાયમ ડાબા ખિસ્સામાં મૂકતા હતા. એકવાર ભૂલથી જમણા ખિસ્સામાં મૂકી દીધી, અને જ્યારે સમય જોવા ડાબા ખિસ્સામાં હાથ નાખ્યો તો ઘડિયાળ ગાયબ. તેમણે એક વિદ્યાર્થીને કહ્યુ કે જા, મારા ઘરેથી મારી ઘડિયાળ લઈ આવ. પછી જમણા ખિસ્સામાંથી ઘડિયાળ કાઢીને બોલ્યા - જો હમણા 10 વાગીને 20 મિનિટ થઈ છે. 10 વાગીને 40 મિનિટ સુધી પાછો આવી જજે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો