સોમવાર, 21 મે, 2012

Gujarati Joke Part - 263

સંતાની ચાની દુકાનમાં એક દિવસ એક શેઠ આવીને બેસી ગયા. શેઠે ચા મંગાવતા કહ્યુ કે - તમારી દુકાનમાં માખીઓ ઘણી છે.
સંતા બોલ્યો - શુ કરીએ સાહેબ, જ્યાં ગંદકી દેખાય છે ત્યા બેસી જ જાય છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નોકરીમાંથી થાકીને આવેલ પતિ જ્યારે ઘરે પાછો ફર્યો તો પત્ની બોલી - આજે મેં નોકરાણીને કાઢી મૂકી.
પતિ - તે કેમ આવુ કર્યુ ? તારે તેને એક વાર સુધરવાની તક તો આપવી હતી.
પત્ની - પણ, હું તમને કોઈ તક આપવા નથી માંગતી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ઘરધણી (રસોઈયાને) : જો મારા સાસુ આજે આવવાના છે. તે રોકાવાના છે. આ તેમને ભાવતી વાનગીઓની યાદી છે.
રસોઈયો : ભલે રોજ તેમાંથી એકએક બનાવીશ.
ઘરધણી : અરે બેવકૂફ, તેમાંથી કંઈ કદી બનાવવાનું નથી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો