શનિવાર, 12 મે, 2012

Gujarati Joke Part - 260

એક કૂવા વિશે એવી માન્યતા હતી કે તેમા સિક્કો નાખીને જે માંગવામાં આવે એ ઈચ્છા પૂરી થઈ જતી હતી.

એક પતિ-પત્ની ત્યાં ગયા. સૌ પ્રથમ પતિએ સિક્કો નાખી પ્રાર્થના કરી અને ત્યાંથી સરકી ગયો. હવે પત્ની ગઈ, વધુ નમવાને કારણે એ અંદર પડી ગઈ.

પતિ ખૂબ ખુશ થઈ ગયો અને બોલ્યો - અરે આ તો ખરેખર ચમત્કારી કૂવો છે. મારી મનોકામના તરત જ પૂરી કરી નાખી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - મારી પત્ની બોલવામાં એટલી કુશળ છે કે તે કોઈ પણ ટૉપિક પર કલાકો સુધી બોલી શકે છે.
બંતા - કદાચ તને જાણ નથી કે મારી પત્ની તો એનાથી પણ વધુ કુશળ છે, તે તો કોઈપણ ટૉપિક વગર પણ કલાકો સુધી બોલી શકે છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'આ વેકેશનમાં વર્લ્ડ-ટુર ઉપર જવાનું વિચારું છું !'
'અચ્છા ! કેટલો ખર્ચ થાય ?'
'મફત !'
'મફત તે કંઈ હોતું હશે !'
'વિચારવામાં ખર્ચ શેનો !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો