બુધવાર, 2 મે, 2012

આપનાં તરફથી આવેલા જોક્સ - 2

બંતા - યાર તારા ઘરમાંથી હંમેશા હસવાનો અવાજ આવે છે.. તુ તારી પત્ની સાથે ખૂબ ખુશ છે યાર
સંતા - અરે યાર એ તો મારી પત્ની મને ચંપલથી મારે છે.. જો વાગી જાય તો એ હસે છે અને ન વાગે તો હું હસુ છુ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મેડમ : બગીચા માં ફૂલ તોડવાનો સારો સમય કયો છે?.
સ્ટુડન્ટ : મેડમ, જયારે બગીચા માં માળી નાં હોય ત્યારે!!!


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એકવાર કીડી અને હાથી વચ્ચે ઝગડો થઈ ગયો. કીડી દરમાં ભાગી ગઈ અને દરમાં થી પોતાનો પગ બહાર કાઢ્યો.
બીજી કીડી એ પૂછ્યું આ શું કરે છે ?
પહેલી કીડી કહે એ તો હાથી ને અંગુઠો દેખાડું છું.
--આભાર ડોડિયા

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક કીડી એક વાર રીક્ષામાં જતી હતી. કીડી એ પગ બહાર કાઢ્યો હતો
ડ્રાઈવર : તમે એક પગ કેમ બહાર કાઢ્યો છે?
કીડી : રસ્તા માં હાથી આવે તો લાત મારવા.


વાંચકમિત્રો આપ પણ આપના મનગમતા જોક્સ અમને મોકલી શકો છો .
મોકલવા અહી જાવ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો