બુધવાર, 16 મે, 2012

Gujarati Joke Part - 262

પુત્ર : 'પપ્પા, હું આજથી મારું પોતાનું દવાખાનું શરૂ કરું છું. મને તમારી સફળતાનો મંત્ર આપો.'
ડોક્ટર પિતા : 'બેટા, દવા ન ઊકલે એ રીતે લખવી અને બિલ ઉકલે એ રીતે લખવાં.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા પાર્ક કરેલી કાર પાસે આવ્યો ત્યારે ત્યાં એક નોટ પડી હતી : 'Parking fine.'
સંતાએ થાંભલા પર બીજી ચિઠ્ઠી ચોંટાડી : 'Thanks for a Compliment.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પુત્રને હાથના બળે ઘરમાં ધૂસતો જોઈને તેના પપ્પાએ બૂમ પાડી - મૂર્ખ, આ શુ કરે છે ?
પુત્રએ માસુમિયતથી જવાબ આપ્યો - તમારી ઈચ્છાનુ પાલન કરુ છુ પપ્પા, તમે કહ્યુ હતુ ને કે જો તુ ફેલ થઈશ તો ઘરમાં પગ નહી મૂકવા દઉં.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો