રવિવાર, 6 મે, 2012

Gujarati Joke Part - 257

બંટીને ગણિતના પેપરમાં ઝીરો માર્ક મળ્યા. પપ્પાએ ગુસ્સામાં પૂછ્યું: આ શું છે?
બંટી: ટીચર પાસે સ્ટાર ઓછા પડ્યા એટલે એમણે મને મૂન આપી દીધો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મહેમાન : 'બેબી, બોલ તુ ડાહી કે ગાંડી ?'
બેબીએ કહ્યું : 'ગાંડી.'
બેબીની મમ્મી : 'કેમ આવું કહે છે ?'
બેબી : 'હું મૂર્ખાઈભર્યા પ્રશ્નોના જવાબ મૂર્ખાઈભર્યા જ આપું છું !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

માઁ - બેટા, આજે તે સ્કૂલમાં ધીંગામસ્તી તો નથી કરીને ?
બેટા- ના માઁ, હું તો આખો દિવસ શાંતિથી અંગૂઠા પકડીને ઊભો હતો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો