શનિવાર, 3 સપ્ટેમ્બર, 2011

Gujarati Joke Part - 150

નાનકીએ સવાલ પૂછ્યો, 'મમ્મી માનવજાતની શરૂઆત કેવી રીતે થઇ?'
મમ્મીએ કહ્યુ 'ઇશ્વરે આદમ અને ઇવને ઘડ્યાં. એમને બાળકો થયાં અને આમ આખી માનવજાતનો વિકાસ થયો.' આ જ સવાલ દીકરીએ પોતાના પિતાને કર્યો,
પપ્પાએ જવાબ આપ્યો, 'વર્ષો પહેલાં આપણા પૂર્વજો વાંદરા હતા. એમાંથી ધીમેધીમે માનવજાત વિકસતી ગઇ.'
છોકરી વિચારમાં પડી ગઇ. ફરી મમ્મી પાસે આવી અને બોલી, 'મમ્મી, તુ કહે છે કે માનવજાત ઇશ્વરે બનાવી છે,
અને પપ્પા કહે છે કે માણસ વાનરમાંથી બન્યો છે. આમ કેમ?'
મમ્મીએ કહ્યુ - 'બેટા, મેં તને મારા ફેમિલીના ઉદ્દભવની વાત કરી અને પપ્પાએ એમના પૂર્વજોના ઉદ્દભવની.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગપ્પુ : આજે તો બગીચામાંથી મને પાંચ રૂપિયાનો સિક્કો મળ્યો.
પપ્પુ : એ મારો જ છે. કાલે હુ જ્યારે અહી રમતો હતો ત્યારે ખિસ્સામાંથી પડી ગયો હતો.
ગપ્પુ : પણ મારી પાસે અઢી-અઢી રૂપિયાના બે સિક્કા હતા.
પપ્પુ : લાગે છે કે નીચે પડવાથી તેના બે કટકા થઈ ગયા હશે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

લાલી : તું ઘરે વાસણ ધોવા માટે શું વાપરે છે?
ડોલી : આમ તો હું પહેલાં ઘણું વાપરી ચૂકી છું પણ પતિ કરતા સારું કશું જ ન લાગ્યું..!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો