શુક્રવાર, 9 સપ્ટેમ્બર, 2011
Gujarati Joke Part - 154
ચંદુ ચટપટ શરીરે ખૂબ દૂબળો હતો. એ બસમાં મુસાફરી કરતો હતો. એની પાસે એક જાડિયો માણસ આવીને બેઠો. જાડિયો ઊંઘતા ઊંઘતા ચંદુ ઉપર પડતો હતો. અકળાઈને ચંદુ બોલ્યો : 'બસમાં માણસના વજન પ્રમાણે ટિકિટના દર રાખવા જોઈએ.'
'એમ હોત તો તારા જેવા દૂબળા માટે બસ ઊભી જ ના રહેતી હોત… કારણ કે એવા મામૂલી ભાડામાં કોને રસ પડે ?'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મનોચિકિત્સક : તમે ખોટા નિરાશ થયા કરો છો તેમ જીવનમાં નિષ્ફળ છો જ નહિ.
દર્દી : 'સાચું કહો છો સાહેબ, તમારી ફી ભરી શકનાર નિષ્ફળ હોય જ ક્યાંથી ?'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
શિક્ષક (વિદ્યાર્થીને)- પ્રેમ અને ઈશ્ક માં શુ અંતર છે ?
વિદ્યાર્થી (શિક્ષકને)- પ્રેમ એ જે તમે તમારી પુત્રીને કરો છો, અને ઇશ્ક એ જે હુ તમારી પુત્રીને કરુ છુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો