ગુરુવાર, 15 સપ્ટેમ્બર, 2011

Gujarati Joke Part - 157

શિક્ષક- બંજર કોને કહેવાય ? મોહન - જ્યાં કાંઈ જ ન ઉગી શકે. શિક્ષક - ઉદાહરણ તરીકે. મોહન - મારા પિતાજીનું માથુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
વિમાન-પ્રવાસની પેઢીમાં આવેલાં એક સંભાવિત મહિલા-મુસાફરને હવાઈ જહાજની સફર કેટલી સલામત છે તે સમજાવવાનો પ્રયત્ન એક અધિકારી કરતો હતો, પણ પેલાં બાજુનો સંશય હજી ટળતો નહોતો. છેવટે તેણે એક દલીલ કરીને વિવાદનો અંત આણ્યો : 'બાઈસાહેબ, જો આ મુસાફરી બિલકુલ સલામત ન હોત તો "હમણાં સફર કરો ને પછી ભાડું ભરો"ની યોજના અમે જાહેર કરી હોત ખરી ?'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
શિક્ષક - બાળકો, એક પ્રશ્નનો જવાબ આપો બતાવો પહેલા ઈંડુ આવ્યુ કે મરઘી ? એક બાળક - ઈંડુ. શિક્ષક - એ કેવી રીતે ? બીજુ બાળક - આ તો તમે બીજો પ્રશ્ન પૂછી નાખ્યો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો