શુક્રવાર, 13 જાન્યુઆરી, 2012

Gujarati Joke Part - 211

'તુ મને ચાહે છે ?'
'ખૂબ જ.'
'મારે માટે જિંદગી પણ કુરબાન કરી દઈશ ?'
'હા જરૂર. પણ પછી તને ચાહશે કોણ ?'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક (કનુને) : 'શાસ્ત્રીય સંગીત અને ડિસ્કો સંગીતમાં શું તફાવત ?'
કનુ : 'બંનેમાં માથાથી પગ સુધીનો તફાવત છે.'
શિક્ષક : 'કઈ રીતે ?'
કનુ : 'સાહેબ, શાસ્ત્રીય સંગીત સાંભળતાં લોકો માથું હલાવે છે અને ડિસ્કો સંગીત સાંભળતી વખતે પગ હલાવે છે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક બાળકે પંડિતજીને પૂછ્યુ - પંડિતજી, બિલાડીની પાછળ-પાછળ ચાલવુ એ શકુન કહેવાય કે અપશકુન ?
પંડિતજીએ જવાબ આપ્યો - બેટા, આ તો આ વાત પર નિર્ભર કરે છે કે આગળ ચાલનારો માણસ છે કે ઉંદર.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો