છગન : 'ના. નથી ખબર.'
મગન : 'ફુગાવો એટલે બસો રૂપિયાનું ઘડિયાળ ખરીદ્યા બાદ તે રિપૅર કરાવવાનો વખત આવે ત્યારે તમારે ત્રણસો રૂપિયા ચૂકવવા પડે. સમજ્યો !'
ચંદુ ઑફિસે જવા નીકળ્યો. એની મમ્મીએ કહ્યું : 'બેટા, ચા પીવી છે ?'
'ના મમ્મી ! ચા પીને ઑફિસે જવાનું મને ગમતું નથી.'
'કેમ, બેટા ?'
'કારણ કે ચા પીધા પછી મને ઉંઘ નથી આવતી….'
ગાંડાની હોસ્પિટલમાં એક દર્દીને પોતે ભગવાન હોવાનો વહેમ હતો.
મજાકમાં એક મુલાકાતીએ કહ્યું, 'તો તો આ સંસાર તમે જ રચ્યો હશે નહિ ?'
'હા, પણ હું મારા સર્જનથી કંટાળી ગયો છું ને અહીં આરામ માટે આવ્યો છું.' દર્દીએ જવાબ આપ્યો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો