મંગળવાર, 3 જાન્યુઆરી, 2012

Gujarati Joke Part - 206

સંતા અને બંતાએ વધુ શરાબ પી લીધી હતી, તેઓ હોશમાં પણ નહોતા. હવાલદારે તેમને પકડીને પોલીસ સ્ટેશન લઈ આવ્યો.
પોલીસે પૂછપરછ કરી. પહેલા બંતાને પુછ્યુઃ 'ક્યાં રહે છે?'
બંતાએ જવાબ આપ્યોઃ 'મારે કોઇ ઘર નથી'.
પછી સંતાને પૂછ્યુ અને તું? સંતા કહે, 'જી હું તેનો પાડોશી છું.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પ્રેમિકા : "તું વિવાહ વખતે મને રિંગ આપીશ ?"
ગટુ : "હા. ચોક્કસ. તું મને તારો મોબાઈલ નંબર લખાવ. હું ચોક્કસ રિંગ આપીશ."

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક દિવસ એક બહેનપણીએ બીજીને પૂછ્યુ - તારો પતિ તો પહેલા રોજ રાત્રે મોડેથી ઘરે આવતો હતો, હવે ઘરે જલ્દી કેવી રીતે આવી જાય છે ?

બીજી બોલી - ખૂબ જ સહેલાઈથી... એક રાત્રે જ્યારે તેઓ મોડા ઘરે આવ્યા અને તેમણે કોલબેલ વગાડી. હું અંદરથી બોલી, અજય ડિયર, હવે તુ મને સતાવીશ નહી. તેમના આવવાનો સમય થઈ ગયો છે, તુ કાલે આવજે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો