રવિવાર, 29 જાન્યુઆરી, 2012

Gujarati Joke Part - 219

રામુને ચોરીના આરોપસર કોર્ટમાં જવું પડ્યું.
જજ : 'રામુ, તું કહે છે કે તેં એક જ સાડી ચોરી છે; તો પછી તેં દુકાનમાં પાંચ વાર ધાડ કેમ મારી હતી ?'
રામુ : 'સાહેબ, શું કરું ? મારી પત્નીને કલર, ડિઝાઈન વગેરે તેના બ્લાઉઝ સાથે મેચ કરવા હતા !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની (પતિને) સાંભળો છો, આ પંખો અને રેડિયો અંદર મુકી દો, મારી બહેનપણી આવી રહી છે.
પતિ - શું તે આપણી વસ્તુ લઈ જશે ?
પત્ની - નહી, તે પોતાની વસ્તુઓ ઓળખી જશે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પિતાજી -(પુત્રને) ફેલ થાય કે પાસ તને હું બાઈક અપાવીશ
પુત્ર - રિઅલી ડેડ
પિતાજી - હા, પાસ થયો તો પલ્સર કોલેજ જવા માટે અને ફેલ થઈશ તો રાજદૂધ દૂધ વેચવા માટે

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો