શનિવાર, 10 એપ્રિલ, 2010

Gujarati Joke Part - 9

ડૉક્ટર (દર્દીને) : 'મેં જે દવાનાં પડીકાં તમને મધ સાથે લેવાનાં કહ્યાં હતાં તેનાથી તમને કંઈ ફાયદો થયો ?'
દર્દી : 'તમે પડીકાં જરા પાતળા કાગળમાં બાંધજો.'
ડૉક્ટર : 'કેમ ?'
દર્દી : 'બહુ જાડા કાગળનું પડીકું ગળે નથી ઊતરતું !…'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક નેતાજી પોતાના ભાષણમાં પ્રજાને સંબોધન કરી રહ્યા હતા. 'જાગો અને તમારા પગ પર ઉભા રહેવાની કોશિશ કરો.
'હું તો ક્યારનોય કોશિશ કરું છું, પણ આ પોલીસવાળો વારેઘડી મને બેસાડી દે છે.' પાછળથી અવાજ આવ્યો.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મુરખ હવામાં મહેલ બાંધે છે.
ચસકેલ એમાં રહે છે.
મનોચિકિત્સક એનું ભાડું વસૂલ કરે છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

1 ટિપ્પણી: