બુધવાર, 14 એપ્રિલ, 2010

Gujarati Joke Part - 12

છગન બારમાં બેસીને ડ્રિંક પીતા-પીતા રડી રહ્યો હતો. વેઈટરથી રહેવાયુ નહી. એ બોલ્યો - અરે ભાઈ, રડો છો શુ કામ ? તમારા ડ્રીંકની મજા લો ને.
છગન - અરે હું એક છોકરીને ખૂબ પ્રેમ કરતો હતો, પણ તેનુ નામ યાદ નથી આવી રહ્યુ એટલે રડી રહ્યો છુ.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પપ્પુ સાયકલ ચલાવતા એક જાડા માણસ જોડે ટકરાઈ ગયો.
જાડા માણસે બૂમ પાડીને કહ્યું - બાજુથી નથી નીકળી શકતો.
પપ્પુ - પણ બાજુમાંથી નિકળતતો આટલો મોટો ચક્કર લગાવવો પડત.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'આજે, આ બધાં પુસ્તકો છુપાવી દેજો. મારા મિત્રો ઘેર જમવા આવી રહ્યા છે.'
'કેમ, તેઓ પુસ્તક ચોરી જશે ?'
'ના, ઓળખી જશે !'



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો