પતિ : 'આજે આપણા લગ્નના ત્રણ વર્ષ પૂરા થયા છે, બોલ, આજે હું તને ક્યાં લઈ જાઉં ?'
પત્ની : 'મને એવી જગ્યાએ આજે લઈ જાવ કે જ્યાં હું પહેલાં ક્યારેય ન ગઈ હોઉં.'
પતિ : 'તો તો તું રસોડામાં જ જા. કારણકે મેં તને ત્યાં ક્યારેય જોઈ નથી.'
ડોક્ટર - (સ્ત્રી દર્દીને) તમારા દાંત અને વાળને જોઈને તમારી વયની જાણ નથી થતી.
લેડીઝ - તો પછી મારી વય કેટલી લાગે છે ?
ડોક્ટર - ચાલીસ-પચાસથી ઓછી નહી.
એક વખત પિતાએ પોતાના પુત્રના પરીણામને જોઈને ગુસ્સે થતાં બોલ્યા - ' તને શરમ નથી આવતી આટલા ઓછા નંબર લઈ આવ્યો.'
પુત્ર - 'શું કરું પપ્પા મારી આગળવાળો છોકરો કશું જ લખતો નહોતો.'
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો