રવિવાર, 18 એપ્રિલ, 2010

Gujarati Joke Part - 14

સ્ત્રી - આ પુરૂષ ખરેખર ગાંડો છે, તમે તેને કાંઈપણ કહેશો તો એક કાનથી સાંભળશેને બીજા કાને કાઢી નાખશે.
પુરૂષ - આ તો તોય સારો છે. મારી પત્નીને તો કશું પણ કહેશો તો એ બંને કાનેથી સાંભળશે અને મોઢા વડે કાઢી નાખશે.~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ચિત્રકાર:(ગ્રાહકને) 'સાહેબ, હું બેગમ સાહિબાનું એવું ચિત્ર બનાવીશ કે તે બોલવા લાગશે.'
ગ્રાહકે ચિત્રકારને ગુસ્સામાં કહ્યું,'માફ કરજે ભાઇ, એણે તો આમ પણ મારા નાકમાં દમ કરી નાખ્યો છે. જો એનું ચિત્ર પણ બોલવા લાગશે તો મારું જીવવું મુશ્કેલ થઇ જશે.'~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની : તમે મારો ફોટો પાકિટમાં રાખીને ઑફિસે કેમ લઈ જાઓ છો ?
પતિ : ડાર્લિંગ, જ્યારે પણ મને કોઈ મુશ્કેલી આવે છે ત્યારે હું તારો ફોટો જોઉં છું.
પત્ની : એમ ? ખરેખર ! તમને મારા ફોટામાંથી એટલી બધી પ્રેરણા અને શક્તિ મળે છે ?
પતિ : હાસ્તો. ફોટો જોઈને હું એ વિચારું છું, કે કોઈ પણ મુશ્કેલી આનાથી મોટી તો નથી જ !~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો