સોમવાર, 26 એપ્રિલ, 2010

Gujarati Joke Part - 18

સંતા અને બંતા લગ્ન પછી પહેલીવાર મળ્યા. સંતા - શુ બતાવું મારી પત્નીને તો ગાતા આવડે છે પણ ગાતી જ નથી.
બંતા- તુ તો નસીબદાર છે,મારી પત્નીને તો ગાતાં નથી આવડતું છતાં ગાયા જ કરે છે.~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ : 'તું મારી એકપણ વાતમાં સહમત નથી થતી. હું શું મૂરખ છું ?'
પત્ની : 'સારું, ચલો આ વાતમાં હું સહમત થાઉં છું.'~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગામના ચોરે બેસીને એક કાકા એક યુવાનને સલાહ આપી રહ્યા હતા : 'લગ્ન તો પચાસની ઉંમર પછી જ કરવા.'
યુવાન : 'એવું શું કામ ?'
કાકા : 'જેથી પત્ની સારી મળે તો રાહ જોયેલી લેખે લાગી ગણાય અને ખરાબ નીકળે તો એની સાથે ઝાઝાં વર્ષ ગાળવાં ન પડે !'~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો