શુક્રવાર, 9 એપ્રિલ, 2010

Gujarati Joke Part - 8

કીડીએ મચ્છર સાથે લગ્ન કર્યાં. એક મહિનામાં મચ્છર મરી ગયો. કીડીને ત્યાં ખરખરો કરવા આવેલા પાસે રડતાં રડતાં કીડી બોલી : 'અરે બેન, એને નખમાંય રોગ નો'તો. એ તો કાલે મારાથી ભૂલમાં ગુડનાઈટ ચાલુ થઈ ગઈ એમાં….'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક નિર્માતા - મેં સાંભળ્યુ છે કે તમે રંગીન ચિત્ર બનાવી રહ્યા છો
બીજો નિર્માતા - સાચુ સાંભળ્યુ છે.
પહેલો નિર્માતા - તો તેના માટે હાલ શુ કરી રહ્યા છો ?
બીજો - રંગ ખરીદવા બજાર જઈ રહ્યો છુ.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શર્માજીને ઓફિસમાં જ બેઠા બેઠા જાણ થઈ કે તેમણે હરીફાઈમાં લંડનની યાત્રાનુ ઈનામ જીત્યુ છે, તેમને ઘણી ખુશી થઈ. ખુશ થઈને તેમણે પોતાની પત્નીને ફોન લગાવ્યો - શુ તુ લંડન જવા માંગે છે ?
પત્ની ખુશીથી ઉછળીને બોલી - જરૂર, લંડન તો મારા સપનામાં છે, મારી નસનસમાં છે, હુ જરૂર તમારી સાથે આવીશ. પણ તમે કોણ બોલો છો ?


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Samsung a777 Phone, Red (AT&T)

1 ટિપ્પણી: