‘આ પ્રયોગ જોવાથી, તમને શું શીખ મળી ?’
‘એ જ કે સાહેબ, દારૂ પિવાથી શરીરમાં રહેલા જંતુ મરી જાય છે !’ દારૂડિયાએ જવાબ આપ્યો.
ઊંઘા પડેલાં માટલામાંથી એક ફિલસૂફે માટલું ખરીદ્યું અને આમાં પાણી ક્યાંથી ભરવાનું એમ પૂછ્યું. અને ધારો કે ઉપરથી કાણું પાડીએ તોય શું ફાયદો ? કારણ કે નીચેથી તો મોટું બાકોરું છે !
એક ગામડા ગામનો માણસ એક બૅન્કમાં લોન લેવા માટે ગયો. એણે જઈને બૅન્કના અધિકારીને વાત કરી.
અધિકારીએ પૂછ્યું : ‘બૅન્ક મેં ખાતા હૈ ?’
‘ના સાહેબ, ખાવાપીવાનું તો ઘરે જ રાખ્યું છે, બૅન્કમાં નહીં.’ ભોળા ગામડિયાએ જવાબ આપ્યો !
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો