રામુ - આજે મેં મારી બુધ્ધિ વાપરી. કોઈ જુએ નહી એમ ચુપચાપ ટિકિટ લગાવ્યા વગર જ પરબિડિયુ લેટર બોક્સમાં નાખી દીધુ અને તમારા પૈસા પણ બચી ગયા.
મમ્મી : 'બેટા, આજે ઘેર જલદી કેમ આવી ગયો ?'
બન્ટી : 'મેં રાજુને માર્યો એટલે ટીચરે મને કલાસમાંથી બહાર કાઢી મૂક્યો.'
મમ્મી : 'પણ તેં રાજુને કેમ માર્યો ?'
બન્ટી : 'મારે આજે વહેલા ઘરે આવવું હતું એટલે !'
એક મિત્ર (બીજાંને ) યાર, લગ્ન પછી શું થાય છે ?
બીજો મિત્ર - પહેલાં વર્ષે પતિ બોલે છે, અને પત્ની સાંભળે છે. બીજા વર્ષે પત્ની બોલે છે, અને પતિ સાંભળે છે. ત્રીજા વર્ષે બંને બોલે છે અને આજુબાજુવાળા સાંભળે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો